🔥 TRENDING ઈડરના જાદર ખાતે સુપ્રસિદ્ધ મુધણેશ્વર મ... રાજપારડીમાં મનહર પાર્ક યુવક મંડળ દ્વાર... गढ़वाले गणेश जी को लगा छप्पन भोग BJP names Sunil Bansal as in‑charge of... Telangana Junior Doctors Call for Safe... Odisha Weather Update Featured in Kana...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસાના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સદનસીબે મોટી જાનહાનિ ટળી
Local

મોડાસાના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સદનસીબે મોટી જાનહાનિ ટળી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 04:58 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસાના લીંભોઈ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

મોડાસા પંથકના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ કાર અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કરને કારણે બંને વાહનોના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું.

ઘટના સમયે બંને વાહનોમાં મહિલાઓ અને બાળકો સહિતના મુસાફરો સવાર હતા. અકસ્માતની ગંભીરતા જોતા મોટી જાનહાનિની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા મુસાફરોને મદદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
📲Get App