🔥 TRENDING India's Space Economy Expected to Hit... Trade Minister Piyush Goyal Heads 200‑... Tamil Film Industry Halts Releases, Sh... Nawazuddin Siddiqui Resumes Shooting o... Paramount and California to Discuss $1... Suriya’s ‘Vishwanath and Sons’ sees 61...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવા ભવનનું ભૂમિપૂજન સંપન્ન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 01:24 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવા ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગર ખાતે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાબરકાંઠા જિલ્લા શાખાના નવીન રેડક્રોસ ભવનના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહીને ભૂમિપૂજન વિધિમાં સહભાગી થઈને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીની સેવાભાવી કામગીરીને બિરદાવતા 'માનવ સેવા એ જ સાચી સેવા'ના સંકલ્પ સાથે સંસ્થાની સેવાપ્રવૃત્તિઓને સતત આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદો, દર્દીઓ અને સમાજના વિવિધ વર્ગોની સેવા માટે કરવામાં આવતી માનવતાલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે આ નવીન ભવન મહત્વપૂર્ણ સાબિત થશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, કલેક્ટર લલિત નારાયણ સંધુ, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, ડૉ. ભુપેન્દ્રભાઈ ગોપલાણી, મોહનકાકા લાટી પરિવાર, દક્ષેશભાઈ શાહ, સી.સી. શેઠ, કપૂરભાઈ શાહ, અભયભાઈ શાહ અને કલ્પેશભાઈ દવે સહિત સામાજિક અને રાજકીય આગેવાનો, નગરના શ્રેષ્ઠિઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App