🔥 TRENDING Over 20 Arrested as 300 Protestors Gat... Ladakh Requests Centre's Nod for 36 Ch... Teen Kunal Chandwade Falls to Death Af... 5-Year-Old Girl Killed in Nagpur Hit‑A... Ranchi SSP orders police to accelerate... Indian national fatally shot by unknow...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાયડના આંબલીયારા પુલ પાસે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: કાર ૧૦૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી

✍️ Reporter: Makvana Chandravadan Bahadurbhai 🗓 23 Aug 2026, 09:14 PM 👁 16
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાયડ તાલુકાના આંબલીયારા પુલ પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કાર રોડની નીચે ૧૦૦ ફૂટ ઊંડા ખાડામાં પડી હતી.

બાયડ તાલુકાના આંબલીયારા પુલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં પુલ ચડતી વખતે એક કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને અંદાજે ૧૦૦ ફૂટ ઊંડા ખાડામાં જઈને ખાબકી હતી.

અકસ્માતની આ ઘટનામાં કાર અને રિક્ષા બંનેને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.
📲Get App