🔥 ट्रेंडिंग ग्राम पंचायत कारोली मुख्यालय बदलने पर... 12 दिसंबर को लगेगी साल का अंतिम लोक अद... உச்ச நீதிமன்றம் அதிரடி தீர்ப்பு भलुआ मोड़ रास मेले में सुभाष यादव की स... અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીના 18 જેટલા ગ... नक्सलमुक्ति के बाद अब नशामुक्ति की मुह...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગરના હરીપર ગામે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: ૭,૧૫૦ લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત
अपराध

જામનગરના હરીપર ગામે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: ૭,૧૫૦ લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 04:14 PM 👁 101
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ રેન્જ પોલીસે જામનગરના કાલાવડના હરીપર ગામે દરોડા પાડી મોટી માત્રામાં નકલી દૂધ અને ભેળસેળની સામગ્રી ઝડપી પાડી છે.

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામે એક મહત્વપૂર્ણ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ૬ શખ્સોને ઝડપી લીધા છે.

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ૭,૧૫૦ લીટર શંકાસ્પદ નકલી દૂધ મળી આવ્યું હતું. આ ઉપરાંત, ૧૨૦ કિલો વનસ્પતિ ઘી અને ૧૫ કિલો દૂધનો પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ દૂધમાં ભેળસેળ કરવા માટે કરવામાં આવતો હોવાની આશંકા છે.

આરોપીઓ પાસેથી મળી આવેલા આ જોખમી અને ભેળસેળયુક્ત જથ્થાને ફૂડ સેફટી વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા પકડાયેલા તમામ શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
📲Get App