🔥 TRENDING Mumbai civic body partners with Sukoon... Malegaon hits 38.4°C, highest temperat... Maharashtra batsman Ankit Bawne, 19 ye... দেবীপক্ষের শুভ লগ্নে মধ্যমগ্রামের ২৩ ন... અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમ... ખાંભાના ખેતરમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ અને તલોદમાં બોરવેલના કેબલ તથા વીજતાર ચોરીના ૬ ગુનાનો પર્દાફાશ: ૭.૩૪ લાખના મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝડપાયા
Crime

પ્રાંતિજ અને તલોદમાં બોરવેલના કેબલ તથા વીજતાર ચોરીના ૬ ગુનાનો પર્દાફાશ: ૭.૩૪ લાખના મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝડપાયા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 05:50 PM 👁 143
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં સક્રિય ચોર ટોળકીને પોલીસે ઝડપી પાડી, ૭.૩૪ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે પ્રાંતિજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પ્રાંતિજ અને તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોરવેલના કેબલ તથા યુજીવીસીએલના વીજતાર ચોરીના છ અનડીટેક્ટ ગુનાઓ પોલીસે ડિટેક્ટ કર્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ઇકો ગાડીમાં ચોરીના વાયર અને વીજતાર ભરીને વેચાણ કરવા ફરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઇકો ગાડી (GJ-09-BL-5889) સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કોપર વાયર, એલ્યુમિનિયમના વીજતાર, ચાર મોબાઈલ અને ગુનામાં વપરાયેલી ઇકો ગાડી મળી કુલ ૭,૩૪,૭૭૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં યુવરાજસિંહ ચૌહાણ, દિપકસિંહ ચૌહાણ, રજુસિંહ સોલંકી, અનિલસિંહ ચૌહાણ અને રણજીતસિંહ પરમાર નામના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. પઢેરીયા, પીએસઆઈ એન.સી. ગોહિલ તથા પોલીસ સ્ટાફની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App