🔥 TRENDING HP High Court Rejects Ram Lal Thakur’s... Helicopter Char Dham Yatra Debuts as “... Governor launches Pal’s new book on Yo... Uttarakhand aims to cut Delhi‑Dehradun... Attorney General R. Venkataramani High... Delhi sees surge in swine flu cases, g...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Food

બાયડના સુપરમાર્કેટમાંથી ખરીદેલા જાણીતી બ્રાન્ડના પાપડના પેકેટમાંથી નીકળી જીવંત ઈયળ

✍️ Reporter: Kharadi Dipak Kumar Ramesh Bhai 🗓 23 Aug 2026, 01:26 AM 👁 9
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના બાયડમાં એક ગ્રાહકે ખરીદેલા જાણીતી બ્રાન્ડના પાપડના પેકેટમાંથી જીવંત ઈયળ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

અરવલ્લી જિલ્લાના બાયડમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ગંભીર સવાલ ઉઠ્યો છે. બાયડના એક સ્થાનિક સુપરમાર્કેટમાંથી ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલા જાણીતી બ્રાન્ડ 'લિજ્જત પાપડ'ના પેકેટમાંથી જીવંત ઈયળ નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેક્ડ ફૂડ આઈટમમાં આ પ્રકારની બેદરકારીને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બ્રાન્ડેડ અને પેક્ડ ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવજંતુ કે ઈયળ નીકળવાની આ ઘટનાએ લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું કર્યું છે. આ બનાવ બાદ સ્થાનિક સ્તરે વેપારીઓ અને સંબંધિત કંપનીની ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગ્રાહકો અને જાગૃત નાગરિકો દ્વારા હવે ફૂડ સેફ્ટી વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે કે, આવી સુપરમાર્કેટ્સ અને બજારમાં વેચાતી પેક્ડ ફૂડ આઈટમ્સનું સઘન ચેકિંગ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
📲Get App