🔥 TRENDING India's Space Economy Expected to Hit... Trade Minister Piyush Goyal Heads 200‑... Tamil Film Industry Halts Releases, Sh... Nawazuddin Siddiqui Resumes Shooting o... Paramount and California to Discuss $1... Suriya’s ‘Vishwanath and Sons’ sees 61...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Science

અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી: વિકસિત ભારતના નિર્માણમાં અંતરિક્ષ વિજ્ઞાન પર મંથન

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 12:54 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ધ ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં અંતરિક્ષ ક્ષેત્રના નિષ્ણાતોએ ચર્ચા કરી.

અમદાવાદના ધ ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે અંતરિક્ષ ક્ષેત્રને લગતા પ્રદર્શન સાથે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નિષ્ણાતોએ વિકસિત ભારતના નિર્માણમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકા પર ગહન મંથન કર્યું હતું. ચર્ચાના મુખ્ય વિષયોમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં કારકિર્દી માટે નવી પેઢીને તૈયાર કરવી, ભારતના નવા અંતરિક્ષ પરિતંત્રનો વ્યાપ વધારવો અને અંતરિક્ષ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગની નવી ક્ષિતિજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચર્ચાસત્રમાં શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ, ખાનગી અંતરિક્ષ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ સક્રિયપણે ભાગ લીધો હતો.

કાર્યક્રમના અંતે અંતરિક્ષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ISRO રોબોટિક્સ ચેલેન્જ, ભારતીય અંતરિક્ષ હેકાથોન અને ડૉ. વિક્રમ સારાભાઈ સ્પેસ ક્વિઝના વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
📲Get App