🔥 TRENDING રાજપારડીમાં મનહર પાર્ક યુવક મંડળ દ્વાર... गढ़वाले गणेश जी को लगा छप्पन भोग BJP names Sunil Bansal as in‑charge of... Telangana Junior Doctors Call for Safe... Odisha Weather Update Featured in Kana... Heavy Rains Sweep Odisha, Triggering W...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસામાં રખડતા ઢોરનો આતંક: સરઘસમાં ગાયો ઘૂસી જતાં ૧૦ બાળકો ઇજાગ્રસ્ત
Local

મોડાસામાં રખડતા ઢોરનો આતંક: સરઘસમાં ગાયો ઘૂસી જતાં ૧૦ બાળકો ઇજાગ્રસ્ત

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 23 Aug 2026, 05:30 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને કારણે એક સરઘસ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં ૧૦ બાળકો ઘાયલ થયા છે.

મોડાસા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા અગાઉ ઢોર નિયંત્રણ અંગે ખાતરી આપવામાં આવી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ સતત વણસી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં શહેરમાંથી નીકળેલા એક સરઘસ દરમિયાન અચાનક ગાયોનું ટોળું ઘૂસી જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગાયોના હુમલા અને અફરાતફરીના માહોલમાં આશરે ૧૦ જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. નગરપાલિકાની ઢીલી નીતિને કારણે નિર્દોષ નાગરિકો અને બાળકોએ ભોગ બનવું પડી રહ્યું છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
📲Get App