🔥 TRENDING Madhya Pradesh Traders Hold 'No UPI Da... Madhya Pradesh Launches ESIC Health Sc... West Bengal CM Suvendu Adhikari Declar... Row erupts over Bengal SIR anomaly as... Mukesh and Anant Ambani pledge investm... Police officer kills sister then commi...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંથલીમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનું આયોજન: ખેડૂતોને અપાયું માર્ગદર્શન
Agriculture

વંથલીમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનું આયોજન: ખેડૂતોને અપાયું માર્ગદર્શન

✍️ Reporter: Sudip Gadhiya 🗓 23 Aug 2026, 11:47 AM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ વિભાગના વંથલી ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો.

ગૌ સેવા ગતિવિધિ જુનાગઢ વિભાગ તથા શ્રી સહજાનંદસ્વામી ગુરુકુલ વંથલીના સંયુક્ત ઉપક્રમે શનિવાર, તા. ૨૨-૦૮-૨૦૨૬ના રોજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવાનો હતો.

પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિઓ અને તેના વ્યવહારુ પાસાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી અને વંથલી ગુરુકુળના નીલકંઠ ભગત દ્વારા ખેડૂતોને સરળ ભાષામાં ખેતીની આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને ગુરુકુળ સંચાલિત સહજાનંદ પ્રાકૃતિક ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્વસ્થ ધરતી, સ્વસ્થ અન્ન અને સમૃદ્ધ પરિવારના નિર્માણ માટે પ્રાકૃતિક ખેતીને જીવનમાં અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રશિક્ષણ વર્ગમાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા.

કાર્યક્રમના અંતે આયોજનને સફળ બનાવવા બદલ મેઘજીભાઈ હિરાણી, તમામ માર્ગદર્શકો, કાર્યકર્તાઓ અને ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા 'ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, સ્વસ્થ ધરતી – સ્વસ્થ અન્ન – સમૃદ્ધ પરિવાર બનાવીએ'નો સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App