🔥 ट्रेंडिंग गाली-गलौज के बाद दो युवकों पर धारदार ह... भारत ने श्रीलंका के खिलाफ दूसरे टेस्ट... ऑस्ट्रेलिया में 1‑1 टेस्ट ड्रॉ के बाद... हिरु मीडिया नेटवर्क को 2026 डायमंड एक्... तमिल फिल्म निर्माताओं की परिषद ने सितं... मणिपुर CM ने असम राइफल्स प्रमुखों से स...
23 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદના વાસણા વિસ્તારમાંથી નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપાયો

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 06:08 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસે વાસણામાંથી કોડેઇનયુક્ત કફ સિરપની ૩૮૭ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી કોડેઇનયુક્ત કફ સિરપની કુલ ૩૮૭ બોટલો મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરવામાં આવેલી તમામ કફ સિરપની બોટલો એક જ કંપનીની છે. પોલીસે આ જથ્થાને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક બોટલની કિંમત ૨૬૧ રૂપિયા લેખે કુલ ૧,૦૧,૦૦૭ રૂપિયાની કિંમતનો નશાકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
📲Get App