🔥 TRENDING Ludhiana health department seeks SMO's... BJP Holds Preparatory Meeting in Ludhi... Lokayukta Arrests Sub-Engineer in Khan... Rahul Gandhi asks MP CM Mohan Yadav to... BJP leader accused of misconduct durin... શ્યામલ ચાર રસ્તા ખાતે ગણેશ મહોત્સવના ૮...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરપુરના બજારોમાં રક્ષાબંધનની તૈયારીઓનો માહોલ: અવનવી રાખડીઓ સાથે વેપારીઓની ખાસ સ્કીમ
Local

વીરપુરના બજારોમાં રક્ષાબંધનની તૈયારીઓનો માહોલ: અવનવી રાખડીઓ સાથે વેપારીઓની ખાસ સ્કીમ

✍️ Reporter: AKASH JOSHI 🗓 23 Aug 2026, 12:00 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રક્ષાબંધનના પાવન પર્વને લઈને વીરપુરના બજારોમાં રાખડીઓના સ્ટોલ ધમધમ્યા છે, જ્યાં ગ્રાહકો માટે 1,000થી વધુ ડિઝાઇનની રાખડીઓ ઉપલબ્ધ છે.

રક્ષાબંધનના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાઈ-બહેનના પ્રેમના આ તહેવારની તૈયારીઓ વીરપુરના બજારોમાં પૂરજોશમાં જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજારો તેમજ વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર રક્ષાબંધનના સ્ટોલ અને દુકાનો ઉભી થતાં બજારોમાં રોનક જોવા મળી રહી છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી ડિઝાઇનની રંગબેરંગી રાખડીઓ વેચાણ માટે મૂકવામાં આવી છે, સાથે જ વિવિધ સ્કીમો અને ફ્રી ગિફ્ટની જાહેરાતો પણ કરવામાં આવી છે.

બજારમાં બાળકો માટેની કાર્ટૂન રાખડીઓથી લઈને મોતી, રુદ્રાક્ષ, સ્ટોન, ચંદન, ફેન્સી અને ડિઝાઇનર રાખડીઓ સહિતની અનેક પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે બજારમાં 1,000થી પણ વધુ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. વીરપુરના બજારોમાં ₹10થી લઈને ₹700 સુધીની રાખડીઓ વિવિધ ડિઝાઇન અને ક્વોલિટી પ્રમાણે ઉપલબ્ધ છે, જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.

ગ્રાહકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે રાખડીઓની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને બહેનો દ્વારા ભાઈઓ માટે મનપસંદ રાખડી પસંદ કરવા માટે બજારમાં ભીડ જોવા મળી રહી છે. રક્ષાબંધન નજીક આવતા બજારોમાં ખરીદીનો માહોલ વધુ તેજ બનવાની વેપારીઓને આશા છે અને આગામી દિવસોમાં ખરીદીમાં વધુ વધારો થવાની સંભાવના છે.
📲Get App