ભાવનગર લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે અમરેલીમાં આમ આદમી પાર્ટીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

અમરેલી, તા. 22 ઓગસ્ટ 2026:
ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના થયેલા મોતની ગંભીર ઘટનાના વિરોધમાં તથા સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરી ગુજરાતના ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તથા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભાવનગર લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી, મૃતકોના પરિવારોને ન્યાય તથા સમગ્ર ઘટનાની જવાબદારી સ્વીકારી ગુજરાતના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
આ દરમિયાન ભાજપ સરકાર દ્વારા પોલીસ તંત્રનો ઉપયોગ કરીને લોકશાહી ઢબે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા અને અનેક કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહીને લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
આ પ્રસંગે નિકુંજભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, “ભાવનગરની દુઃખદ ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની જવાબદારી નક્કી થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પ્રજાના આ ગંભીર પ્રશ્નો ઉઠાવનારા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાવીને સરકાર લોકશાહી અવાજને દબાવી શકે નહીં. જ્યાં સુધી મૃતકોના પરિવારોને ન્યાય નહીં મળે અને જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી જનતાના હિતમાં અવાજ ઉઠાવતી રહેશે.”
આમ આદમી પાર્ટીની મુખ્ય માંગ છે કે:
1. ભાવનગર લઠ્ઠાકાંડની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે.
2. ઘટનાના તમામ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
3. મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે.
4. રાજ્યમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
5. ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે.
આમ આદમી પાર્ટી પ્રજાના હક, ન્યાય અને સુરક્ષા માટે પોતાનો અવાજ સતત બુલંદ રાખશે અને સરકારની દમનકારી નીતિઓ સામે લોકશાહી ઢબે સંઘર્ષ ચાલુ રાખશે.