🔥 TRENDING મીની ટ્રક પલ્ટી થઈ ગયો. મેંગલોરમાં 'હંસા એનહોલ્ટ' (C312) જહાજન... ਮਹਾਰਾਸ਼ਟਰ ਦੇ ਔਰੰਗਾਬਾਦ ਦਾ ਛਤਰਪਤੀ ਸੰਭਾਜੀ... ગુજરાતમાં હાર્ટની નકલી દવાઓનું મોટું ક... FIR lodged against film director Pushp... 15 Injured in Rabid Dog Attack in Nell...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચ: નર્મદા ચોકડી પાસે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક નાળામાં ખાબક્યો

✍️ Reporter: Shahid Mansuri 🗓 22 Aug 2026, 03:14 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી વચ્ચે એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

ભરૂચમાં આજે નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી વચ્ચેના માર્ગ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ટ્રક ચાલકે વાહન ચલાવતી વખતે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડરને તોડીને સીધો નાળામાં ખાબક્યો હતો.

ઘટનાની જાણકારી મળતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં ટ્રક ચાલકને કોઈ મોટી ઈજાઓ પહોંચી નથી અને તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક ડિવાઈડર તોડીને નાળામાં પડતા વાહનને ભારે નુકસાન થયું છે.
📲Get App