🔥 TRENDING নন্দীগ্রাম উপনির্বাচনে বিজেপির হাসি রা... Nani Starrer 'The Paradise' Sees Day 1... Sikkim CM Visits Landslide‑Affected Ri... Gagan Announces Exit from Big Boss, Fa... Vijay's Son Jason Shifts to Acting Aft... Mizoram CM Calls on Non-Local IAS, IPS...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇડરના સપ્તેશ્વર નદીમાં બે યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ
Local

ઇડરના સપ્તેશ્વર નદીમાં બે યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ

✍️ Reporter: Kirankumar dahyabhai thakarda 🗓 22 Aug 2026, 12:00 PM 👁 122
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના ઇડર પાસે આવેલી સપ્તેશ્વર નદીમાં બે અજાણ્યા યુવાનો પાણીમાં ગરકાવ થયા છે, જેમને શોધવા માટે વિવિધ ટીમો કામે લાગી છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલી સપ્તેશ્વર નદીમાં બે યુવાનો પાણીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા આ યુવાનોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. યુવાનોને શોધવા માટે ઇડર, હિંમતનગર અને વિજાપુરની ફાયર વિભાગની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.

હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા નદીના પટમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં પણ યુવાનોની ભાળ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
📲Get App