🔥 TRENDING India junior men clinch record sixth A... Yellow Rain Alert Issued for Seven Dis... Mumbai, Thane on Orange Alert as Monso... IMD Issues Yellow Alert as Heavy Rain... Viral Video: Ganesh Idol Falls as Trol... Schoolchildren's Viral Video Prompts R...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતપુર પાટિયા નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત
Local

હિંમતપુર પાટિયા નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 04:12 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર એસટી બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થતા પાંચ લોકો ઘાયલ થયા છે, જોકે મોટી જાનહાની ટળી છે.

ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર હિંમતપુર પાટિયા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં બેફામ ગતિએ દોડી રહેલા એક ડમ્પરે એસટી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સમયે એસટી બસમાં અંદાજે ૨૫ જેટલા મુસાફરો સવાર હતા. આ ટક્કરને કારણે પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, એસટી બસના ચાલકે પોતાની સૂઝબૂઝ અને સમયસૂચકતા વાપરીને બસ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App