🔥 TRENDING काशीदास बाबा जी की पूजा के लिए सहतवार... Indian Box Office Crosses Rs 4,000 Cro... West Bengal warns of strict action on... Political Tensions Rise After Pradeep... Political Momentum Builds for Kolhapur... Maharashtra Drought Updates and Mahayu...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોંડલ: ગુંદાળા ચોકડી પાસે બે વાહનો વચ્ચે અકસ્માત બાદ જાહેર રોડ પર મારામારી
Local

ગોંડલ: ગુંદાળા ચોકડી પાસે બે વાહનો વચ્ચે અકસ્માત બાદ જાહેર રોડ પર મારામારી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 10:12 AM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ જિલ્લાના ગોંડલમાં અકસ્માત બાદ બે પક્ષો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ગુંદાળા ચોકડી નજીક આવેલી જોખમ હોટેલ પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માત બાદ બંને વાહનચાલકો અને તેમની સાથેના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી.

જાહેર રોડ પર જ બંને પક્ષો વચ્ચે થયેલી આ મારામારી અને ધિંગાણાને કારણે વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકો દ્વારા મોબાઈલમાં શૂટ કરવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત બાદ થયેલા આ હંગામાને લઈને સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
📲Get App