🔥 ट्रेंडिंग संडाउनर रेजिडेंसेज़ ने गोवा में लक्ज़र... आईपीएल नीलामी भारत में, बीसीसीआई सचिव... नागालैंड डियर लॉटरी समबाद बुधवार परिणा... संसदीय मंत्री शाह ने 2029 तक नशा नियंत... नर्मदापुरम में कांस्टेबल सोमिल सक्सेना... जोधपुर एआईएमएस में डॉक्टर की मौत पर रे...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શામળાજી હાઈવે પર પશુ વેપારીનું અપહરણ કરી ૧.૪૦ લાખની લૂંટ, અસામાજિક તત્વોનો આતંક
अपराध

શામળાજી હાઈવે પર પશુ વેપારીનું અપહરણ કરી ૧.૪૦ લાખની લૂંટ, અસામાજિક તત્વોનો આતંક

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 22 अग. 2026, 03:37 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા-શામળાજી હાઈવે પર નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ પશુ વેપારીને આંતરી માર મારી રોકડ અને ભેંસોની લૂંટ ચલાવી છે.

મોડાસા-શામળાજી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ભવાનપુર નજીક પિકઅપ ડાલામાં જઈ રહેલા એક પશુ વેપારીને નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ આંતરીને અપહરણ કર્યું હતું. લૂંટારાઓએ વેપારીને ઢોરમાર મારી ડુંગર વિસ્તારમાં લઈ જઈને બંધક બનાવ્યા હતા.

આ ઘટનામાં લૂંટારાઓએ પશુ વેપારી પાસેથી ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતની ભેંસો અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. અસામાજિક તત્વોએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

શામળાજી પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે. હાઈવે પર બેફામ બનેલા લૂંટારાઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારી સાથે બનેલી આ લૂંટની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App