🔥 TRENDING કાંકરેજ: શિહોરી ગ્રામ પંચાયત સામે ગોડા... Uttarakhand CM Pushkar Singh Dhami lea... CM Pushkar Singh Dhami conducts Ganga... Delhi Metro shuts several stations tod... Delhi High Court lawyers to don black... Police Shoe‑Clad Entry into Delhi’s Ba...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ખોલવડ રોડ પર સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા દોરાયા, સ્થાનિકોની ફરિયાદનો નિકાલ
Local

સુરતના ખોલવડ રોડ પર સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા દોરાયા, સ્થાનિકોની ફરિયાદનો નિકાલ

✍️ Reporter: Vekariya Bharatbhai Devrajbhai 🗓 22 Aug 2026, 02:24 PM 👁 67
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ખોલવડ રોડ પર રાત્રિના સમયે વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાથી બમ્પ પર સફેદ પટ્ટા દોરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરતના ખોલવડ રોડ પર આવેલા સ્પીડ બ્રેકર રાત્રિના સમયે દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે સાંજે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બમ્પ પર સફેદ પટ્ટા દોરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રેખાબેન સંઘાણીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવતા વાહનચાલકોમાં રાહત જોવા મળી છે. હવે સફેદ પટ્ટાને કારણે રાત્રિના સમયે પણ બમ્પ સ્પષ્ટ રીતે જોઈ શકાશે, જેથી અકસ્માતોનું જોખમ ઘટશે.
📲Get App