🔥 TRENDING ભાવનગર લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ બનાવનારા બ... Delhi Taxi Driver Murdered After Offli... Can India Reach a $30 Trillion Economy... Finland-India Collaboration Highlights... India's Foreign Exchange Reserves Surg... One Night Only Review: 12‑Hour Sex Pas...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના ચાંદખેડામાં પાન પાર્લરના માલિક પર લુખ્ખા તત્વોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 08:32 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પાન પાર્લરના માલિક પર અજાણ્યા શખ્સો દ્વારા લાકડીઓ અને પાઈપો વડે હુમલો કરવામાં આવ્યો છે.

અમદાવાદના ચાંદખેડામાં યોગીનગર ચાર રસ્તા પાસે આવેલા 'જય માતાજી પાન પાર્લર'ના માલિક ધાર્મિકસિંહ પહાડસિંહ ચૌહાણે સ્થાનિક પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે લુખ્ખા તત્વો દ્વારા ધાકધમકી આપી હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

ફરિયાદ મુજબ, રાત્રે આશરે ૧૧:૧૫ વાગ્યે જીશાન રાવત નામના શખ્સ સહિતના અજાણ્યા લોકો ઓટો રિક્ષા (GJ.01.TE.2168), સફેદ રંગની વેન્યુ કાર (GJ.18.EC.9054) અને લાલ રંગની i20 કાર (GJ.01.KU.4749) લઈને આવ્યા હતા. આ શખ્સોએ પાન પાર્લર પર આવીને ગાળો બોલી અસભ્ય વર્તન કર્યું હતું અને ફોન કરીને પોતાના અન્ય સાગરીતોને પણ બોલાવી લીધા હતા.

ત્યારબાદ ટોળાએ લાકડીઓ અને પાઈપો વડે ધાર્મિકસિંહ પર હુમલો કરી માર માર્યો હતો. હુમલાખોરોએ ધમકી આપી હતી કે, "જો કેસ કરશો તો કાલે ધંધો કરવો ભારે પડી જશે અને મારી નાખીશું." આ પ્રકારની જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
📲Get App