🔥 ट्रेंडिंग चाळीसगावच्य कन्नड घाटात एसटी बसचा अपघा... અમદાવાદ: કૃષ્ણનગરમાં જાહેરમાં લુખ્ખાગી... અમદાવાદ: કૃષ્ણનગરમાં જાહેરમાં લુખ્ખાગી... સાસણ ગીર ખાતે નવા પોલીસ સ્ટેશનનું લોકા... रेलवे बिस्तर की चादर को शॉल बनाते हुए... TVK मंत्री ने वायरल वीडियो को खारिज कि...
23 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

બોટાદ: ભાવનગર નકલી દારૂકાંડના વિરોધમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ચક્કાજામ સર્જાતા નેતાઓની અટકાયત

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 22 अग. 2026, 04:00 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર નકલી દારૂકાંડના વિરોધમાં બોટાદ કોંગ્રેસ દ્વારા હવેલી ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાવનગર ખાતે બનેલા નકલી દારૂકાંડના વિરોધમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા શહેરના હવેલી ચોક ખાતે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારીયા સહિતના અગ્રણી નેતાઓની અટકાયત કરી હતી.

ચક્કાજામના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા અને વિરોધ કરી રહેલા કાર્યકરોને ત્યાંથી હટાવ્યા હતા.
📲Get App