🔥 ट्रेंडिंग तलेगांव: गोवा कोंकणी अकादमी की ओर से 3... ગીરગઢડા તાલુકા ના ફરેડા ગામ ટપકેશ્વર મ... સેનાના જવાનો સાથે ગેરવર્તણૂક અને વિવાદ... કેશોદમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વા... બનાસકાંઠાના બાદરગઢ ગામનો મોટો નિર્ણય:... થાણાપીપળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે જુનિયર મહિલા તબીબ સાથે સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા

✍️ रिपोर्टर: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 अग. 2026, 12:36 PM 👁 10
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે જુનિયર મહિલા તબીબ સાથે સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો રાત્રે જ હડતાલ પર બેસ્યા હતા અને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત મેડિકલ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપી તબીબની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આરોપી મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી સામે અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી છે. આ ઘટના બાદ મહિલા તબીબોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે અને તંત્ર પાસે આરોપી સામે કડક તથા દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે
📲Get App