🔥 TRENDING Consumers Warned: Shiny Yellow Bananas... Sanitation worker found dead in Khanpu... રાજકોટના એસ્ટ્રોન ચોકમાં ટ્રાફિક પોલીસ... ભરૂચ: રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલક... ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા મ... प्रधानमंत्री के इस्तीफे की बात कहने वा...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાલાસિનોર: પ્રજાપતિ સમાજને કુળદેવી બ્રહ્માણી માતાના મંદિર અને સમાજવાડી માટે જમીન ફાળવવા માંગ
Local

બાલાસિનોર: પ્રજાપતિ સમાજને કુળદેવી બ્રહ્માણી માતાના મંદિર અને સમાજવાડી માટે જમીન ફાળવવા માંગ

✍️ Reporter: ધાર્મિક બાબુભાઈ પ્રજાપતિ 🗓 21 Aug 2026, 10:02 PM 👁 209
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાલાસિનોર નગરપાલિકા હસ્તકની જમીન પર પ્રજાપતિ સમાજ માટે મંદિર અને સમાજવાડી બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવેલી જમીન પર પ્રજાપતિ સમાજ દ્વારા પોતાની કુળદેવી બ્રહ્માણી માતાનું મંદિર અને સમાજવાડી બનાવવા માટે જમીન ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ અંગે સમાજના અગ્રણીઓ દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પ્રજાપતિ સમાજના લોકોનું કહેવું છે કે સમાજની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે એક સુદ્રઢ જગ્યાની જરૂરિયાત છે. આ હેતુથી નગરપાલિકાના કબજા હેઠળની જમીન પૈકી યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તો સમાજના ૩૨ ગામના લોકોને તેનો લાભ મળી શકે તેમ છે.

આ સમગ્ર મામલે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. સમાજ દ્વારા આ જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રને વિનંતી કરવામાં આવી છે.
📲Get App