🔥 TRENDING બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓ... કામરેજમાં સુડાના બાકી રહેલા સર્વિસ રોડ... ધોરાજી નજીક ટ્રકમાંથી ₹૨.૨૪ લાખનો ઈંગ્... રેસ્ટોરાંની રોટલીમાંથી માખી નીકળતાં રૂ... कुंडईम: सांसद कैप्टन विरियातो फर्नांडि... જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકા...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 21 Aug 2026, 01:58 PM 👁 4
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી સરદાર પટેલના જીવન અને એકતાના સંદેશથી થયા માહિતગાર
બ્રિક્સ યુવા પરિષદના વિવિધ દેશોના યુવા પ્રતિનિધિમંડળે એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
ગાંધીનગર ખાતે યોજાયેલા બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે તા. 20 ઓગસ્ટે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિઓ એકતા નગર પહોંચ્યા હતા.
મુલાકાત દરમિયાન યુવા પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી હતી. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન તથા ભારતની એકતા અને અખંડિતતાના સંદેશ વિશે જાણકારી મેળવી હતી.
આ ઉપરાંત એકતા નગરના સર્વાંગી વિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, વિવિધ પ્રવાસન આકર્ષણો અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે પ્રતિનિધિમંડળને પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
પ્રેઝન્ટેશન દરમિયાન એકતા નગરમાં પ્રવાસન અને વિકાસ ક્ષેત્રે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ તેમજ અહીં વિકસાવવામાં આવેલા વિશ્વસ્તરીય માળખા અંગે પણ યુવા પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
બ્રિક્સ દેશોના યુવાનો વચ્ચે સંવાદ, પરસ્પર સહકાર અને વિચારોના આદાન-પ્રદાનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વારસો અને વિકાસની પણ ઝાંખી મળી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વિવિધ દેશોના યુવા પ્રતિનિધિઓ માટે ભારતની એકતા, અખંડિતતા અને ‘વિવિધતામાં એકતા’ના મૂલ્યોને સમજવાનો યાદગાર અનુભવ બની હતી.
પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટરશ્રી નિરવ પારીતોષ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App