🔥 ट्रेंडिंग भारत के जूनियर पुरुष टीम ने कोरिया को... केरल में सात जिलों पर पीला बारिश अलर्ट... गणेश चतुर्थी से पहले मुंबई और ठाणे में... मुंबई के कुछ इलाकों में भारी बारिश, मौ... महाराष्ट्र में ट्रॉली पलटने से गणेश मू... स्कूली बच्चों के वायरल वीडियो ने सड़क...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે મારપીટ: સિનિયર તબીબ વિરુદ્ધ ફરિયાદ
स्थानीय

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે મારપીટ: સિનિયર તબીબ વિરુદ્ધ ફરિયાદ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 अग. 2026, 08:20 AM 👁 26
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર બાબતે થયેલી બોલાચાલી બાદ સિનિયર તબીબે મહિલા રેસિડેન્ટ ડોક્ટરને માર માર્યાનો આક્ષેપ થયો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ફરજ દરમિયાન એક મહિલા રેસિડેન્ટ ડોક્ટરને સિનિયર તબીબ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ડો. અશ્વિન રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, ૨૦ ઓગસ્ટની સાંજે એક વૃદ્ધ મહિલા દર્દીને ગંભીર હાલતમાં ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી ફરજ પરના મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગાળાએ તેમને ઈમરજન્સી વોર્ડમાં જ રાખવા માટે ડો. અશ્વિન રામાણીને રજૂઆત કરી હતી. જોકે, ડો. રામાણીએ દર્દીને જનરલ વોર્ડમાં ખસેડવા જણાવ્યું હતું.

વૃદ્ધ મહિલાની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને ડો. ક્રિશા શિંગાળાએ ફરી એકવાર ઈમરજન્સી વોર્ડમાં જ સારવાર આપવા અંગે આગ્રહ કર્યો હતો. આ બાબતે ડો. અશ્વિન રામાણી ઉગ્ર બની ગયા હતા અને તેમણે મહિલા તબીબને ગાળો આપી ફાઈલ મારીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
📲Get App