🔥 ट्रेंडिंग અમદાવાદના જુહાપુરામાં પરિવાર પર જીવલેણ... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું 'ડ્રગ્સ ક્લી... पकरी बरावां: खेत में काम कर रहे किसान... અંકલેશ્વર અને હાંસોટના 5 પોલીસ સ્ટેશનન... ઠાસરા વિધાનસભામાં ૧૨૭ કરોડના ખર્ચે ૩૧... અમદાવાદ: એલિસબ્રિજ નીચેનો માર્ગ 21 દિવ...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદ: વસ્ત્રાલમાં લક્ઝરી બસે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી, ચાલક ફરાર

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 अग. 2026, 06:18 PM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વસ્ત્રાલ રિંગ રોડ પર એએમસી હોલ સામે લક્ઝરી બસની અડફેટે આવતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડથી ન્યૂ આરટીઓ તરફ જતા માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એએમસી હોલ સામે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસે એક્ટિવા પર સવાર યુવતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવતી બસના આગળના ભાગમાં ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ત્વરિત કાર્યવાહી કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.

અકસ્માત સર્જ્યા બાદ બસનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ રામોલ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર બસ ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
📲Get App