🔥 ट्रेंडिंग મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમ... ભાવનગર લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક વધીને 9 પર... અમદાવાદના જુહાપુરામાં પરિવાર પર જીવલેણ... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું 'ડ્રગ્સ ક્લી... पकरी बरावां: खेत में काम कर रहे किसान... અંકલેશ્વર અને હાંસોટના 5 પોલીસ સ્ટેશનન...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાજકોટમાં કચરો નાખવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારી, સીસીટીવીમાં ઘટના કેદ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 अग. 2026, 06:18 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના અક્ષરધામ વિસ્તારમાં કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી, જેમાં મહિલાને માર મારવામાં આવ્યો હતો.

રાજકોટના મોરબી જકાતનાકા પાસે આવેલા અક્ષરધામ વિસ્તારમાં કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે તકરાર સર્જાઈ હતી. આ મામલે પાડોશી મહિલાએ કચરો ન નાખવા માટે સમજાવટ કરી હતી, જે બાબતે વિવાદ વકર્યો હતો.

પાડોશી મહિલાની વાતથી ઉશ્કેરાઈ ગયેલી માતા-દીકરીએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલી માતા-દીકરીએ પાડોશી મહિલાને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો ફૂટેજમાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App