🔥 TRENDING रायपुर में संपत्तिकर के बड़े बकायादारो... যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... mathura vrindavan ब्रज रज उत्सव में गं... Assam officials inspect tobacco shops... Assam Cabinet Names Dr Harsha Bhattach...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોડેલીમાં 'સાડી દોડ'નું આયોજન: મહિલાઓએ દોડીને આપ્યો સ્વસ્થ અને સશક્ત સમાજનો સંદેશ
Local

બોડેલીમાં 'સાડી દોડ'નું આયોજન: મહિલાઓએ દોડીને આપ્યો સ્વસ્થ અને સશક્ત સમાજનો સંદેશ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 01:32 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છોટાઉદેપુરના બોડેલીમાં 'દોડ છોટાઉદેપુર 2.0' અંતર્ગત મહિલાઓ માટે ખાસ સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 'દોડ છોટાઉદેપુર 2.0' કાર્યક્રમ અંતર્ગત એક અનોખી સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારી શક્તિનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો, જ્યાં મહિલાઓએ પરંપરાગત વસ્ત્ર સાડી પહેરીને દોડમાં ભાગ લીધો હતો.

આ દોડમાં યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ વયજૂથની મહિલાઓની આ ભાગીદારીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય 'સ્વસ્થ નારી, સશક્ત સમાજ'નો સંદેશ ફેલાવવાનો હતો. મહિલાઓએ દોડમાં સામેલ થઈને સમાજને શારીરિક રીતે સ્વસ્થ અને સશક્ત રહેવા માટે પ્રેરણા આપી હતી.
📲Get App