🔥 TRENDING IGN Releases Official Mobile Gameplay... માણાવદર વિસ્તારના ડેમોમાં સૌની યોજનાનુ... Kuki woman killed and houses set ablaz... Manipur CM Calls for Resignation of Co... Police Monitor BJP Protest March from... Police clash with protesters near Raji...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માણાવદરમાં ધોળા દિવસે મોબાઈલ દુકાનદાર પર ઘાતક હુમલો: એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ
Crime

માણાવદરમાં ધોળા દિવસે મોબાઈલ દુકાનદાર પર ઘાતક હુમલો: એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 21 Aug 2026, 09:32 AM 👁 56
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માણાવદર બસ સ્ટેન્ડ નજીક આવેલી ગલીમાં મોબાઈલ દુકાનદાર પર હથિયાર વડે હુમલો થતા એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

માણાવદર શહેરમાં બસ સ્ટેન્ડ તરફ જતી ગલીમાં ધોળા દિવસે મોબાઈલ દુકાનદાર પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે માણાવદર શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
📲Get App