🔥 ट्रेंडिंग સુરતના ખોલવડ રોડ પર સ્પીડ બ્રેકર પર સફ... अरणाचल प्रदेश ने 100% घरों में बिजली औ... अरुणाचल की लड़की ने ‘मैं भारतीय हूँ’ व... छारी मुबारक ने अमरनाथ यात्रा से पहले श... मौसम की वजह से बंद हुए डूधपथरी अब फिर... जम्मू-कश्मीर में 14 JKAS अधिकारियों को...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

દાહોદના ફતેપુરામાં શિક્ષણના નામે મોટું કૌભાંડ: ખાનગી શાળામાં સરકારી સાધન-સામગ્રીની હેરફેર અને ગેરરીતિનો પર્દાફાશ

✍️ रिपोर्टर: Dabgar girish kumar 🗓 21 अग. 2026, 12:26 PM 👁 93
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફતેપુરાની 'ટચ ધ લાઈટ સ્કૂલ'માં સરકારી સ્માર્ટ બોર્ડ, નિપુણ કિટ્સ અને પાઠ્યપુસ્તકોની ગેરકાયદે હેરફેરનો મામલો સામે આવ્યો છે, જેમાં સરકારી અધિકારીઓની સંડોવણીના આક્ષેપો થયા છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ‘ટચ ધ લાઈટ સ્કૂલ’ ખાતે સરકારી સાધન-સામગ્રીની ચોરી અને વહીવટી ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આક્ષેપ છે કે રાજ્ય સરકારના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ હેઠળ ફાળવાયેલા ૪ સ્માર્ટ બોર્ડ અને સમગ્ર શિક્ષા અભિયાનની ‘નિપુણ સર્જન કીટ’ જેવી સામગ્રી ગેરકાયદેસર રીતે ખાનગી શાળામાં ખસેડવામાં આવી છે. આ ઉપરાંત, BRC ભવનમાંથી સરકારી વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો લાવી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલીને વેચવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ કૌભાંડમાં સરકારી કર્મચારીઓની સીધી સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો છે. તાલુકાના CRC કો-ઓર્ડિનેટર અને સરકારી શાળાના આચાર્ય પોતે આ ખાનગી સંસ્થામાં ટ્રસ્ટી તરીકે કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. CRC પોતાની સરકારી ફરજ દરમિયાન ખાનગી શાળામાં હાજર રહે છે અને બોગસ હાજરી પૂરીને સરકારી એપ્લિકેશન સાથે ચેડાં કરવામાં આવે છે. આ ઉપરાંત, RTE હેઠળ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓના નામે બોગસ હાજરી દર્શાવી ગ્રાન્ટ ઉચાપત કરવામાં આવતી હોવાની વિગતો પણ બહાર આવી છે.

શાળામાં પૂરતા શિક્ષકોના અભાવે અલગ-અલગ ધોરણોને એક જ રૂમમાં બેસાડવામાં આવે છે અને વાલીઓ પાસેથી ઊંચી ફી વસૂલવા છતાં કોઈ અધિકૃત પહોંચ આપવામાં આવતી નથી. વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો અટકાવી વાલીઓને બ્લેકમેઇલ કરવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આ સમગ્ર મામલે શાળાના રૂમ સીલ કરી, CCTV ફૂટેજની તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ તેમજ સંચાલકો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે.
📲Get App