🔥 TRENDING 4-Year-Old Karga Tinkle Goes Viral Aft... Tinkle Gongo’s ‘India Bolo’ Clip Goes... Sun TV Network launches Sun NXT Shorts... Team-BHP launches its first automotive... Sun TV Network rolls out Sun NXT Short... IMDb Releases Day‑Wise Box Office Figu...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

બાબરામાં માર્ગ સલામતી અભિયાન: ડ્રાઈવરો માટે યોજાયો નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 21 Aug 2026, 10:32 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા ખાતે માર્ગ સલામતી અંતર્ગત આયોજિત કેમ્પમાં ૧૫૨ ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

બાબરા ખાતે માર્ગ સલામતી અભિયાનના ભાગરૂપે સ્થાનિક ડ્રાઈવરો માટે એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને માર્ગ અકસ્માતો ઘટાડવાનો હતો.

આ કેમ્પ દરમિયાન કુલ ૧૫૨ ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ડ્રાઈવરોનું બ્લડ પ્રેશર (બી.પી.), ડાયાબિટીસ અને આંખોની તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત તબીબો દ્વારા ડ્રાઈવરોને તેમના સ્વાસ્થ્યને લગતી જરૂરી સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

માર્ગ સલામતીના નિયમોના પાલન સાથે ડ્રાઈવરોનું શારીરિક રીતે સ્વસ્થ હોવું પણ એટલું જ અનિવાર્ય છે, જે બાબતને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ડ્રાઈવરોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
📲Get App