🔥 TRENDING PM Modi shares stage with actor Vijay,... બનાસકાંઠા: પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ... Karnataka bank on Smaran and Shrijith... BJP pledges Rs 5 crore for every Gram... Congress slams Modi government over Hi... Milky Mist Refutes FSSAI Probe into It...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રાના મેથાણ ગામે પોણા બે કરોડનું લોન કૌભાંડ: ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલી આચર્યું કૌભાંડ
Crime

ધાંગધ્રાના મેથાણ ગામે પોણા બે કરોડનું લોન કૌભાંડ: ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલી આચર્યું કૌભાંડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 21 Aug 2026, 10:18 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલીને અંદાજે પોણા બે કરોડ રૂપિયાનું લોન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે એક મોટું લોન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં સ્થાનિક ગ્રાહકોના નામે બોગસ બેંક ખાતાઓ ખોલીને લાખો રૂપિયાની લોન મેળવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર કૌભાંડ આશરે પોણા બે કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે. બેંક મેનેજર દ્વારા ગ્રાહકોની જાણ બહાર તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને આ બોગસ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના આધારે લોન મંજૂર કરાવી લેવામાં આવી હતી.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે આટલી મોટી રકમનું કૌભાંડ કેવી રીતે અને કોની મદદથી આચરવામાં આવ્યું છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App