🔥 TRENDING અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂ બ... રાજકોટ કોર્ટમાં વકીલો વચ્ચે થયેલી બોલા... ભાવનગર લઠ્ઠાકાંડ: શિક્ષણ મંત્રી જીતુભા... ਮਲੋਟ ਵਿੱਚ ਭਾਜਪਾ ਵਰਕਰ ’ਤੇ ਹਮਲੇ ਦੀ ਸਖ਼ਤ... વાવ અને થરાદમાં લઠ્ઠાકાંડના વિરોધમાં ક... बिना नंबर की गाड़ियां सरपट दौड़ रही लो...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વાવ અને થરાદમાં લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, દારૂબંધીની અમલવારી પર ઉઠાવ્યા સવાલ

✍️ Reporter: Chaudhari Thanabhai Motibhai 🗓 21 Aug 2026, 05:54 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના વાવ અને થરાદમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બની રહી હોવા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દારૂબંધીની કડક અમલવારી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ વિરોધ પ્રદર્શન દ્વારા સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
📲Get App