🔥 TRENDING बिसवां में अटल बिहारी वाजपेयी बस स्टॉप... હારીજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન ક... Jharkhand JILCCE 2026 Recruitment Appl... JAC Class 10 & 12 Compartment Result 2... Jharkhand HC Names Retired Judge to Su... Kerala's Bhagyathara BT-72 Lottery Ann...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબ દ્વારા મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક, રેસિડન્ટ તબીબો ધરણા પર
Local

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબ દ્વારા મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક, રેસિડન્ટ તબીબો ધરણા પર

✍️ Reporter: Rathod Arvind bhikha bhai 🗓 21 Aug 2026, 11:38 AM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબ દ્વારા મહિલા જુનિયર ડોક્ટર સાથે અણછાજતું વર્તન અને માર મારવાના આક્ષેપ બાદ રેસિડન્ટ ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર અને જુનિયર તબીબ વચ્ચે થયેલી માથાકૂટ બાદ હોસ્પિટલનું વાતાવરણ ગરમાયું છે. સિનિયર તબીબ અશ્વિન રામાણી પર જુનિયર મહિલા તબીબ ત્રિશા શિંગાળાને ગાળો ભાંડવાનો, અણછાજતું વર્તન કરવાનો અને માર મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ ઘટનાના વિરોધમાં રેસિડન્ટ તબીબોએ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની બહાર ધરણા શરૂ કર્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં મહિલા તબીબના પિતા પણ જોડાયા હતા. તબીબો વચ્ચેનો આ વિવાદ હવે વકરી રહ્યો છે અને સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સુધી પહોંચ્યો છે.

હાલમાં સમગ્ર મામલે તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે કે કેમ અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રહ્યું.
📲Get App