🔥 TRENDING Sunidhi Chauhan Reveals Amitabh Bachch... Govinda’s Manager Raises Questions Ove... Investors Call ‘Batwara 1947’ Risky Af... Shreya Ghoshal’s ‘Kalyani Remix’ Marks... Pragati Nagpal Aims to Reframe Breakup... Pianist Avik Ganguly Launches Fifth In...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધારી ગીર પૂર્વના સરસીયા રેન્જમાં ૮ થી ૧૦ માસના સિંહબાળનું નિમોનિયાથી મોત

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 20 Aug 2026, 06:32 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી ગીર પૂર્વના સરસીયા રેન્જમાં છતડીયા નજીકથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનું મોત નિમોનિયાને કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ધારી ગીર પૂર્વના સરસીયા રેન્જ હેઠળ આવતા છતડીયા નજીકના રોજમાળ વિસ્તારમાંથી ૮ થી ૧૦ માસના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં આ સિંહબાળનું મોત બીમારીને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. વનવિભાગના જણાવ્યા અનુસાર, સિંહબાળનું મોત નિમોનિયાના કારણે થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું છે.

વનવિભાગ દ્વારા સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારી ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સરસીયા વનવિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સઘન સ્કેનિંગ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
📲Get App