🔥 TRENDING कलेक्टर ने विधानसभा निर्वाचन क्षेत्रों... શ્રી હલારી વાળંદ સમાજ જુનાગઢ દ્વારા શર... जटाशंकर कार्यालय में दमोह के क्षेत्रवा... Bengal Christians Alleges Threats, Att... Hindu hardliners face lawsuit over att... West Bengal to end extended Durga Puja...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: પુણા વિસ્તારની રાજ રેસિડેન્સીમાં રખડતા શ્વાનોનો આતંક, સિક્યુરિટી ગાર્ડ પર હુમલો
Local

સુરત: પુણા વિસ્તારની રાજ રેસિડેન્સીમાં રખડતા શ્વાનોનો આતંક, સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Aug 2026, 02:32 PM 👁 65
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પુણા વિસ્તારમાં આવેલી રાજ રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ પર શ્વાનોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જે CCTVમાં કેદ થઈ છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલી રાજ રેસિડેન્સીમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે. અહીં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ જય પ્રકાશ શાહુ પર શ્વાનોના ટોળાએ અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં શ્વાનોએ ગાર્ડની આંગળી પર બચકું ભરી લેતા તેમને ઈજા પહોંચી હતી.

આ સમગ્ર ઘટના રેસિડેન્સીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિક્યુરિટી ગાર્ડ શાંતિથી બેઠા હતા ત્યારે જ શ્વાનોએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.

રહેવાસીઓએ આ વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા ઉપદ્રવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં શ્વાનોના કરડવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App