🔥 TRENDING ਪੰਜਾਬ ਦੇ ਇਨ੍ਹਾਂ ਜ਼ਿਲ੍ਹਿਆਂ 'ਚ Red Alert... Delhi protests continue after release... Gunfire at Jalandhar birthday party ki... Woman Killed, Two Injured Including Ch... Man Dies After Seat‑Row Fight on Delhi... Passenger bus in Madhya Pradesh sees ₹...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠામાં નવજાત બાળકીની તસ્કરીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ
Crime

સાબરકાંઠામાં નવજાત બાળકીની તસ્કરીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Aug 2026, 07:44 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા માનવ તસ્કરીના ગુનામાં સાબરકાંઠા એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ની ટીમે મહારાષ્ટ્ર અને બનાસકાંઠામાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવજાત બાળકીની તસ્કરી અને વેચાણના મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ની ટીમોએ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને મહત્વની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે મહારાષ્ટ્રના મુંબઈમાંથી સીતારામ કેવડાજી પરમાર અને કવિતાબેન પ્રતાપ જાદવની ધરપકડ કરી હતી, જ્યારે ત્રીજા આરોપીને બનાસકાંઠા જિલ્લાના દાંતામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપીઓ માનવ તસ્કરીમાં એજન્ટ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી સીતારામ પરમાર મુખ્ય દલાલ તરીકે કામ કરતો હતો અને કમિશન મેળવીને બાળકોને મુંબઈમાં વેચતો હતો. જ્યારે કવિતાબેન જાદવ ટ્રાફિકિંગ એજન્ટ તરીકે બાળકો મેળવીને આગળ અન્ય વ્યક્તિઓને વેચાણ કરતી હતી. આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કરાવીને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ સમગ્ર ઓપરેશનમાં એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ. ચૌધરી, પી.એમ. ઝાલા તથા અન્ય પોલીસ કર્મચારીઓની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે.
📲Get App