🔥 TRENDING Sikkim Pollution Board bans dumping of... Mizoram Golden 100 Gold Monthly Lotter... Green Socialism Course Participants Ba... National Workshop on Orchids of Arunac... Arunachal CM Inaugurates 33kV Substati... J&K Government Terminates Doctor for U...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

વીરપુરના મેવાસા સેજા ખાતે આંગણવાડી વર્કરોની પૌષ્ટિક વાનગી સ્પર્ધા સંપન્ન: હેતલ રૂદાતરા રહ્યા પ્રથમ વિજેતા

✍️ Reporter: વનરાજ રૂદાત્રા 🗓 20 Aug 2026, 03:20 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીરપુરના મેવાસા સેજા ખાતે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ, જેમાં ૩૦ જેટલા વર્કરોએ ભાગ લીધો અને હેતલ રૂદાતરા પ્રથમ વિજેતા બન્યા.

વીરપુર (મેવાસા સેજા):
આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને પોષણ અભિયાન અંતર્ગત આજે વીરપુરના મેવાસા સેજા ખાતે "પૌષ્ટિક વાનગી સ્પર્ધા" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
​આ સ્પર્ધામાં કુપોષણ મુક્ત સમાજના નિર્માણના સંકલ્પ સાથે મેવાસા સેજાના આસપાસના વિસ્તારમાંથી અંદાજે ૩૦ જેટલા ઉત્સાહી આંગણવાડી વર્કરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકો દ્વારા ટેક હોમ રાશન તેમજ મિલેટ્સ (શ્રી અન્ન) માંથી સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવીને પ્રદર્શિત કરવામાં આવી હતી.
​તમામ સ્પર્ધકોની સુંદર કૃતિઓ વચ્ચે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હેતલ રૂદાતરા પ્રથમ વિજેતા બન્યા હતા. તેમની વાનગી અને પોષક તત્વોની સમજને નિર્ણાયકો દ્વારા વિશેષરૂપે બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા બાળકો અને સગર્ભા મહિલાઓમાં પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવાયું હતું.
📲Get App