🔥 TRENDING ਪੰਜਾਬ ਦੇ ਇਨ੍ਹਾਂ ਜ਼ਿਲ੍ਹਿਆਂ 'ਚ Red Alert... Delhi protests continue after release... Gunfire at Jalandhar birthday party ki... Woman Killed, Two Injured Including Ch... Man Dies After Seat‑Row Fight on Delhi... Passenger bus in Madhya Pradesh sees ₹...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: નવજાત બાળકીની માનવ તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ, મુંબઈ અને બનાસકાંઠાથી આરોપીઓની ધરપકડ
Crime

સાબરકાંઠા: નવજાત બાળકીની માનવ તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ, મુંબઈ અને બનાસકાંઠાથી આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Aug 2026, 07:34 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા માનવ તસ્કરીના કેસમાં સાબરકાંઠા એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવજાત બાળકીના વેચાણ અને માનવ તસ્કરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ની ટીમોએ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને મહત્વની સફળતા મળી હતી. પોલીસે મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતેથી સીતારામ કેવડાજી પરમાર (રહે. ઉદેપુર, રાજસ્થાન) અને કવિતાબેન પ્રતાપ જાદવ (રહે. ડોમ્બિવલી, મુંબઈ)ની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજા આરોપીને બનાસકાંઠાના દાંતા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. અગાઉ પકડાયેલા આરોપીઓના ૧૧ દિવસના રિમાન્ડ મેળવીને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સીતારામ પરમાર મુખ્ય દલાલ તરીકે કામ કરતો હતો અને કમિશન મેળવીને બાળકોને મુંબઈ વેચવાનું કામ કરતો હતો. જ્યારે કવિતાબેન જાદવ ટ્રાફિકિંગ એજન્ટ તરીકે કામ કરતી હતી, જે અન્ય આરોપીઓ મારફતે બાળકો મેળવીને આગળ વેચાણ કરતી હતી. આ સમગ્ર ઓપરેશનમાં એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ના અધિકારીઓ તથા કર્મચારીઓની મોટી ટીમ સામેલ હતી.
📲Get App