🔥 ट्रेंडिंग హుజూర్నగర్‌లో మట్టి వినాయక విగ్రహాల పం... चमोली उत्तराखण्ड ઝઘડિયા GIDCમાં કોન્ટ્રાક્ટ માફિયાની ફર... ભોલાવ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ... ઉપલેષમાં ભાયાવદરમાં 60 વર્ષીય પુરુષે 2... द ट्रिब्यून में 'हाउस टू हाउस वेरिफिके...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાત મોત બાદ ભાવનગર પોલીસની દારૂ વિરુદ્ધ કાર્યવાહી તેજ
स्थानीय

સાત મોત બાદ ભાવનગર પોલીસની દારૂ વિરુદ્ધ કાર્યવાહી તેજ

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 20 अग. 2026, 12:42 PM 👁 43
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડમાં સાત વ્યક્તિઓના મોત બાદ હવે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શહેરના તમામ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી દેશી અને વિદેશી દારૂ અંગે ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.

ચિત્રા GIDC, આડોડિયા વાસ, આણંદનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પોલીસની કાર્યવાહી શરૂ હોવાનું સામે આવ્યું છે.

દરમિયાન દેશી દારૂ વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે.

ડુપ્લીકેટ દારૂકાંડ બાદ પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી તેજ બની છે.

જોકે, સ્થાનિકોમાં સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો આ પ્રકારની કાર્યવાહી અગાઉથી કરવામાં આવી હોત તો કદાચ ભાવનગરમાં સર્જાયેલો આ લઠ્ઠાકાંડ ટાળી શકાયો હોત.
📲Get App