🔥 TRENDING એકતાનગરમાં IRCTCની નવી હોટેલનું લોકાર્... એકતાનગરમાં ભારત પર્વ-2026ની ભવ્ય તૈયાર... ભારત પર્વ-2026ની તૈયારીઓ પૂરજોશમાં; એક... ಜಿಪಂ ಸಿಇಒ ಸಾಹಿತ್ಯ ಎಂ. ಆಲದಕಟ್ಟಿಗೆ ಕಸಾಪದ... આણંદ SOGમાં PSI વી.એન. રાઠોડ અને પ્રજા... માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાત મોત બાદ ભાવનગર પોલીસની દારૂ વિરુદ્ધ કાર્યવાહી તેજ
Local

સાત મોત બાદ ભાવનગર પોલીસની દારૂ વિરુદ્ધ કાર્યવાહી તેજ

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 12:42 PM 👁 95
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડમાં સાત વ્યક્તિઓના મોત બાદ હવે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શહેરના તમામ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી દેશી અને વિદેશી દારૂ અંગે ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.

ચિત્રા GIDC, આડોડિયા વાસ, આણંદનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પોલીસની કાર્યવાહી શરૂ હોવાનું સામે આવ્યું છે.

દરમિયાન દેશી દારૂ વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે.

ડુપ્લીકેટ દારૂકાંડ બાદ પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી તેજ બની છે.

જોકે, સ્થાનિકોમાં સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો આ પ્રકારની કાર્યવાહી અગાઉથી કરવામાં આવી હોત તો કદાચ ભાવનગરમાં સર્જાયેલો આ લઠ્ઠાકાંડ ટાળી શકાયો હોત.
📲Get App