🔥 TRENDING મહુવા ના જિલ્લા આયોજન કલેક્ટર કચેરી અન... સુરેન્દ્રનગરમાં રાજસ્થાનના આરસથી BAPS... ધારી: રોડ પર નડતરરૂપ ઝાડ કાપવા બજરંગ દ... અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી નકલી દારૂ... પાટડીમાં ગેસ સિલિન્ડર બુકિંગ મર્યાદા ઘ... મેમનગર બ્રિજ પાસે 16 AMTS બસ ચાર્જ થઈ...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: કુખ્યાત 'કિંગ કુકાવાસ' ગેંગના વોન્ટેડ આરોપીને એલસીબીએ દબોચી લીધો

✍️ Reporter: Kharadi Dipak Kumar Ramesh Bhai 🗓 20 Aug 2026, 03:04 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખેરોજ પોલીસ સ્ટેશનના વિવિધ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપી ગોમાભાઈ બુંબડીયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા કુખ્યાત 'કિંગ કુકાવાસ-૦૦૧૬' ગેંગના સભ્યને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

તારીખ ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ એલસીબીની ટીમ ખેરોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે લાંબડીયા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આરોપી ગોમાભાઈ ઉર્ફે ગોવિંદભાઈ પનીયાભાઈ બુંબડીયા (ઉ.વ. ૨૪, રહે. કુકાવાસ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર) ને સિવિલ હોસ્પિટલ સામેથી કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો.

પકડાયેલા આરોપી ગોમાભાઈ બુંબડીયાનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે. તેની સામે ગુજરાતના ખેડબ્રહ્મા, સતલાસણા, વિસનગર તેમજ રાજસ્થાનના આબુ રોડ અને પિન્ડવારા સહિતના પોલીસ સ્ટેશનોમાં ચોરી અને અન્ય ગંભીર કલમો હેઠળ ૧૪ જેટલા ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
📲Get App