🔥 TRENDING Women Officers Appointed to Senior Pos... Two Chinese-made grenades recovered in... Mother Forced to Mop Floor at Damoh Di... ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: બૂથ એજન્... पुलिस को चकमा देकर जंतर-मंतर प्रदर्शन... अररिया में आयकर अधिनियम 2025 के टीडीएस...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલાકારો માટે સુવર્ણ તક!

સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલાકારો માટે સુવર્ણ તક!

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 Aug 2026, 08:32 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલાકારો માટે સુવર્ણ તક!

વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ સ્પર્ધાઓમાં રાવણહથ્થો, ઢોલ, શરણાઇ, વાંસળી, ભજન, લોકગીત, દુહા-છંદ, ભવાઇ, લોકનૃત્ય, રાસ, છત્રી સજાવટ, પારંપરિક ભરતગૂંથણ સહિત અનેક પરંપરાગત કળાઓને મંચ મળશે. અ

આ સ્પર્ધામાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના કલાકારો/કલાવૃંદો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ તા. 03-૦૯-૨૦૨૬ સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાનું રહેશે.

કલાકારોની પ્રતિભાને મળતો આ અનોખો મંથ-ચાલો, આપણી લોકકળા અને લોકસંસ્કૃતિને જીવંત રાખીએ!
📲Get App