🔥 ट्रेंडिंग अजय बिजली ने लॉन्च किया अपना स्वतंत्र... सोनी LIV ने नई प्रीमियम सब्सक्रिप्शन र... यश की ‘टॉक्सिक आईज़’ 12,000 स्क्रीन पर... ‘द इमैजिनरिंग स्टोरी’ सीज़न 2 का ट्रेल... एवेंजर्स डूम्सडे की प्री‑सेल्स ने तोड़... सीनियर एंथ्रोपोलॉजिस्ट ने गोवा के एसटी...
19 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વીરપુરમાં રખડતા પશુઓને કારણે અકસ્માત, એક પશુનું મૃત્યુ

✍️ रिपोर्टर: AKASH JOSHI 🗓 19 अग. 2026, 11:31 AM 👁 2
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના વીરપુર રખડતા પશુઓના ત્રાસને કારણે અલ્ટો કારનો અકસ્માત સર્જાયો , કોઈ માનવીય જાનહાનિ ન થઈ, પરંતુ પશુનું મૃત્યુ થયું.

વીરપુરમાં રખડતા પશુઓનો આતંક યથાવતઃ અકસ્માતમાં એક પશુનું મોત, તંત્ર હજુ ઘોર નિંદ્રામાં!
રસ્તા પર રખડતા પશુઓ કે પછી મોતનો સામાન? વધુ એક અકસ્માતે તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો
મહીસાગર જિલ્લાના વીરપુરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે વીરપુરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.
મળતી વિગતો અનુસાર, લીંબડીયા તરફથી વીરપુર બસ સ્ટેશન તરફ આવી રહેલી અલ્ટો કાર જૂની પિક્ચર ટોકીઝ પાસે પહોંચી હતી. દરમિયાન અચાનક રસ્તા પર આવી ચડેલા રખડતા આખલા સાથે અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
આ અકસ્માતમાં રખડતા પશુનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અલ્ટો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે અકસ્માતમાં કોઈ માનવીય જાનહાનિ થઈ ન હતી. જોકે, આ ઘટનાએ વીરપુરના રસ્તાઓ પર રખડતા પશુઓની ગંભીર સમસ્યા ફરી એકવાર ઉજાગર કરી છે.
વીરપુરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોર-પશુઓનો ત્રાસ ગંભીર સમસ્યા બની રહ્યો છે. મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં રસ્તાની વચ્ચે રખડતા પશુઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતના ભય વચ્ચે પસાર થવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા પર બેઠેલા પશુઓ વાહનચાલકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે.
રખડતા પશુઓના મુદ્દે સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. એક બાદ એક અકસ્માતો સર્જાઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા જો હજુ ગંભીરતાથી પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.
હવે સવાલ એ છે કે વધુ કેટલા અકસ્માતોની રાહ જોશે તંત્ર?
શું કોઈ મોટી માનવીય જાનહાનિ થયા બાદ જ તંત્રની આંખ ખુલશે? રસ્તા પર રખડતા પશુઓને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે આ ગંભીર પ્રશ્ને તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની છે.
સ્થાનિકોની માંગ છે કે વીરપુરમાં રખડતા પશુઓને પકડવા માટે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવે અને મુખ્ય માર્ગો પરથી રખડતા ઢોરનો કાયમી નિકાલ કરવામાં આવે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને સુરક્ષિત માર્ગ મળી શકે અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.
📲Get App