🔥 ट्रेंडिंग पूर्व भारत खिलाड़ी ने चेताया शुबम गिल... प्रतिक गांधी: ₹100‑करोड़ बॉक्स‑ऑफिस फ़... अनन्या राज की अंतिम इंस्टाग्राम श्रद्ध... अभिनेत्री बारबरा मोरी ने बॉलीवुड लौटने... मल्टी चोपड़ा ने घाघरे में अपनाया देसी... करन ऑउजला ने ऑस्ट्रेलिया कॉन्सर्ट में...
18 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે કળશ યાત્રા અને સમરસતા સંકલ્પ અભિયાન

✍️ रिपोर्टर: Meman Mustufa Iqbalbhai 🗓 18 अग. 2026, 07:58 AM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કળશ યાત્રા અને કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સમરસતા, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક ભવ્ય કળશ યાત્રા અને કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજમાં સમરસતા, એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રભારી અર્જુન ચૌધરી, પૂર્વ ધારાસભ્ય જાંબુસર છત્રસિંહ મોરી, મહામંત્રી ભાજપ નર્મદા આશિષભાઈ પટેલ, શહેર પ્રમુખ અજિત પરીખ અને નગરપાલિકા પ્રમુખ શિવાની મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળાના કાળા ઘોડા ખાતેથી કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે બાબા સાહેબ આંબેડકર ચોક થઈને શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિર સુધી પહોંચી હતી.

યાત્રાના અંતે શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સમરસતા અને એકતાના સંદેશને આગળ વધારવા સંકલ્પ લીધો હતો.
📲Get App