🔥 TRENDING જામજોધપુર સીદસર ઉમિયાધામ आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... JD(U) chief urges ‘Recall Bihar before... BSF Stops Sikh Nagar Kirtan En Route t... Delhi Government to Upgrade Roads and... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેટલાદની એન. કે. હાઈસ્કૂલમાં વાલી મિટિંગ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન
Education

પેટલાદની એન. કે. હાઈસ્કૂલમાં વાલી મિટિંગ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન

✍️ Reporter: Samir Malek 🗓 12 Jul 2026, 07:30 AM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદની એન. કે. હાઈસ્કૂલમાં વાલી મિટિંગ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પરિણામો અને સર્વાંગી વિકાસ અંગે માહિતી આપવામાં આવી.

પેટલાદ નગરપાલિકા સંચાલિત એન. કે. હાઈસ્કૂલ, પેટલાદના નોન-ગ્રાન્ટેડ વિભાગ દ્વારા ધોરણ 4 થી 8ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વાલી મિટિંગ તથા તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો, સર્વાંગી વિકાસ, નિયમિત હાજરી, શિસ્ત તેમજ આગામી શૈક્ષણિક આયોજન અંગે વાલીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મહાનુભાવો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સતત મહેનત, શિસ્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓના સન્માનથી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી અને અન્ય વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળી.
📲Get App