🔥 TRENDING સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ... મોદી સરકારનો શિક્ષણનું ખાનગીકરણ: ગરીબ... આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે... चोरी के दो बाइक और एक मोटर के साथ पांच... એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત હિંમત... L c b
11 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત હિંમતનગરના સંચેરી ગામે વૃક્ષારોપણ 🌱

એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત હિંમતનગરના સંચેરી ગામે વૃક્ષારોપણ 🌱

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Jul 2026, 04:55 PM 👁 35
🌱 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત હિંમતનગરના સંચેરી ગામે વૃક્ષારોપણ 🌱

​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર શરૂ થયેલા 'એક પેડ મા કે નામ' રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે હિંમતનગર તાલુકાના સંચેરી મુકામે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

​આ ગરિમામય પ્રકૃતિ ઉત્સવમાં સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારના લોકપ્રિય અને યશસ્વી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાજી ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી.તથા હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમ દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ અને સંચેરી ગામના જાગૃત તેમજ ઉત્સાહી ગ્રામજનો સાથે મળીને વિધિવત વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા પર્યાવરણના જતન અને સંવર્ધન અંગે ફળદાયી સંવાદ પણ યોજાયો.

​આપણી પવિત્ર ધરતીને હરિયાળી, સુંદર અને પ્રદૂષણમુક્ત બનાવવી એ આપણા સૌની સામૂહિક અને નૈતિક જવાબદારી છે. આવો, આપણે સૌ સાથે મળીને પ્રકૃતિની રક્ષા કરવાનો અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો દ્રઢ સંકલ્પ લઈએ.
📲Get App