शिक्षा
જ્ઞાની હોવા માટે વૈજ્ઞાનિક બનવાની જરૂર નથી પડતી: વીરપુરના સરપંચે કરી બતાવ્યું સાબિત!
વીરપુર જલારામજી વિદ્યાલયનું ૩૫ વર્ષ જૂનું ખંડેર મેદાન હવે તૈયાર થવાના આરે છે. માત્ર ૨૦% કામ બાકી છે ત્યારે સરપંચે પોતાની અદભુત સૂઝબૂઝથી એન્જિનિયરિંગ વગર જ ગ્રાઉન્ડ લેવલ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વીરપુર:
વીરપુરની જાણીતી જલારામજી વિદ્યાલયનું મેદાન બનાવવા માટેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાંથી માત્ર ૨૦ ટકા જેટલું જ કામ હવે બાકી રહ્યું છે અને આગામી બે-ચાર દિવસમાં આ કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે.
આ ગ્રાઉન્ડ છેલ્લાં ૩૫ વર્ષથી ખંડેર હાલતમાં પડા રહેલું હતું અને ત્યાં બાવળ તથા નકામા જાખરા ઉગી નીકળ્યા હતા. ખાસ વાત એ છે કે વર્તમાન સરપંચ પોતે આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને ત્યારથી આ ગ્રાઉન્ડની આ જ દશા હતી, જેથી આ ગ્રાઉન્ડને સુંદર બનાવી બાળકો માટે ઉપયોગી કરવું એ સરપંચનું બાળપણથી જ એક સ્વપ્ન હતું.
સરપંચની અદભુત સૂઝબૂઝ:
આ ગ્રાઉન્ડના નિર્માણ પાછળ સરપંચે પોતાની અદ્ભુત બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો છે. મેદાનમાંથી ખાડો ખોદીને અંદરથી નીકળેલી માટીનો ઉપયોગ જમીનને એકસરખી લેવલ કરવા માટે કરવામાં આવ્યો છે, જ્યારે મેદાનમાં પડેલા મોટા-મોટા પથ્થરોને ખાડાઓમાં પુરાણ તરીકે વાપરવામાં આવ્યા છે. આ અનોખી પદ્ધતિ દ્વારા સરપંચે સાબિત કરી દીધું છે કે, "જ્ઞાની હોવા માટે કોઈ વૈજ્ઞાનિક બનવાની જરૂર નથી પડતી."
ગ્રામજનો અને વાલીઓને અપીલ:
આ પ્રસંગે સરપંચે વીરપુર ગામના લોકોને ખાસ અપીલ કરી છે કે, માત્ર મોંઘી પ્રાઇવેટ સ્કૂલો પાછળ દોડવા કરતાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકોને આ જલારામજી વિદ્યાલયમાં ભણાવવા મોકલે. આ જ સરકારી શાળામાંથી અગાઉ પણ ઘણા યુવાનો અભ્યાસ કરીને કેમિકલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ જેવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને આગળ વધી ચૂક્યા છે. ટૂંક સમયમાં જ આ નવું મેદાન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાશે.