વેરાવળમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શીતળા માતાજીના મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા પૂજા, ધ્વજારોહણ અને મહાપ્રસાદ યોજાયો
વેરાવળ ખાતે વર્ષોની પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિરણ નદીના કાંઠે આવેલા શ્રી શીતળા માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ-સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન, આરતી, ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી મંત્રી નારણભાઈ બાંડીયા, હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, મચ્છીમાર બોટ એસોસિએશનના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, સહિતના સમાજના પંચ-પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈ-બહેનોએ જોડાઈને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.