🔥 ट्रेंडिंग डायमंड हार्बर ने समय बढ़ाने का अनुरोध... ईडी ने अहमदाबाद रियल एस्टेट धोखाधड़ी म... क्यूपिड स्टॉक गिरा 20% ऊँचाई से, 14% ब... इंडिया ने आई‑डी के पहले शहज़ाद भट्टि आ... गार्ड की मृत्यु, निर्माणाधीन MEA हॉस्ट... तारापिथ होटल आग में 5 मेघालय के तीर्थय...
18 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગડતમાં ધી અંબિકા હાઇસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

✍️ रिपोर्टर: Bhupatbhai Barot 🗓 16 अग. 2026, 10:38 PM 👁 25
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધી અંબિકા હાઇસ્કૂલમાં 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના સિનિયર શિક્ષક દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું.

ધી અંબિકા હાઇસ્કૂલ, ગડતમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સિનિયર શિક્ષક શ્રી ભરતભાઈ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને તેમણે પ્રસંગોચિત ઉદબોધન દ્વારા દેશપ્રેમ તથા રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો.

શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિનો મહિમા સમજાવવામાં આવ્યો તેમજ દેશના સ્વાતંત્ર્ય માટે શહીદ થયેલા વીર સપૂતોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિના ગીતો, રાષ્ટ્રગાન અને ‘વંદે માતરમ્’ના ગાનથી સમગ્ર શાળાનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ભરપૂર રહ્યો હતો.
📲Get App