🔥 TRENDING IGN Releases Official Mobile Gameplay... માણાવદર વિસ્તારના ડેમોમાં સૌની યોજનાનુ... Kuki woman killed and houses set ablaz... Manipur CM Calls for Resignation of Co... Police Monitor BJP Protest March from... Police clash with protesters near Raji...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિતેન કુમારે પીપળીયા ગામમાં ચાહકોનો આભાર માન્યો
Entertainment

હિતેન કુમારે પીપળીયા ગામમાં ચાહકોનો આભાર માન્યો

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 17 Aug 2026, 08:34 AM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિતેન કુમારે પોતાની આગામી ફિલ્મ ‘અલખ’ના શૂટિંગ દરમિયાન ધોરાજીના પીપળીયા ગામમાં ચાહકોના પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો.

જાણીતા અભિનેતા હિતેન કુમારે આજે ધોરાજીના પીપળીયા ગામમાં પોતાના ચાહકો દ્વારા મળેલા પ્રેમ અને સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેઓ હાલમાં જુનાગઢ અને આસપાસના વિસ્તારમાં પોતાની આગામી ફિલ્મ ‘અલખ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

હિતેન કુમારે જણાવ્યું કે, "મારું સૌરાષ્ટ્ર, મારું કાઠિયાવાડ, મારું સોરઠ, મારો પંથક આજે પણ મારા પર આટલો જ પ્રેમ વરસાવે છે, એ મારા માટે ખૂબ જ જુદી અને લાગણીસભર અનુભૂતિ છે." તેમણે ચાહકોના પ્રેમને યાદ કરતાં કહ્યું કે, "આ પ્રેમ અને વહાલ સામે મારું શીશ અંગત રીતે નમી જાય છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "વૃદ્ધોથી લઈને નાના ટાબરિયાઓ સુધી દરેક વ્યક્તિ સવારથી મોડી સાંજ સુધી માત્ર એકવાર મળવા અને તસવીર પડાવવા માટે જે રીતે રાહ જોતા હોય છે, તેમની આંખોમાં રહેલી અપેક્ષા હું કેવી રીતે અધૂરી રાખી શકું?"

હિતેન કુમારે ગુજરાતના દરેક ખૂણે વસતા પોતાના ચાહકો અને વડીલોને નમન કર્યું હતું. તેમણે કહ્યું કે, "જેમના આશીર્વાદથી આજે હું જે કંઈ છું તે બની શક્યો છું, એવા મારા માવતરોને નમન. મારા જીવનને સફળ બનાવનાર ઈશ્વરનો પણ આભાર."
📲Get App